મોરબીના નવલખી રોડ પાસે ચાલતા ટ્રકમાં અચાનક બેભાન થઈ ઢળી પડેલા ૪૮ વર્ષીય ટ્રક ચાલકનું હોસ્પિટલ લઈ જતા હાજર ડોક્ટરે જોઈ તપાસી આધેડને મરણ જાહેર કર્યા હતા, હાલ બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેરના નવલખી રોડ મારૂતિનગરમાં રહેતા કેસવભાઈ મુનારભાઈ પાસી ઉવ.૪૮ ગાયક તા.૦૮/૧૧ના રોજ ટ્રક ચલાવી જતા હતા ત્યારે નવલખી રોડ નવલખી ફાટક પાસે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી કેસવભાઈને બેભાન હાલતમાં તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા કેસવભાઈને મૃત્યુ પામેલ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા અ. મોતની નોંધ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.









