મોરબી મહાનગરપાલિકા ૧૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ શક્તિ પ્લોટ સ્થિત કમ્યુનિટી હોલ ખાતે ભવ્ય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પુરુષ, મહિલા, અંડર-૧૮ અને ઓપન કેટેગરી સાથેની આ સ્પર્ધા માટે QR કોડ મારફતે રજીસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. વિજેતાઓને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
મોરબી શહેરના રમતપ્રેમી યુવાનોમાં ઉમંગ અને ઉત્સાહ જગાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન તારીખ ૧૬ નવેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. શક્તિ પ્લોટ, શનાળા રોડ પર આવેલા કમ્યુનિટી હોલ ખાતે સવારે ૧૦ વાગ્યે સ્પર્ધાનો પ્રારંભ થશે. “સ્પીડ, સ્માર્ટનેસ અને સ્મેશ એજ ટેબલ ટેનિસ!” એવા ટેગલાઈન સાથે આ ઈવેન્ટ યુવા ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. સ્પર્ધામાં પુરુષ, મહિલા, અંડર-૧૮ અને ઓપન કેટેગરી એમ કુલ ચાર કેટેગરી રાખવામાં આવી છે, જેથી દરેક વયજૂથ અને સ્તરના ખેલાડીઓને પ્રતિભા દર્શાવવાની તક મળે. ટુર્નામેન્ટ માટે રજીસ્ટ્રેશન માત્ર QR કોડ મારફતે જ સ્વીકારવામાં આવશે અને તેની છેલ્લી તારીખ ૧૫ નવેમ્બર નક્કી કરાઈ છે.
સ્પર્ધાના નિયમોમાં રજીસ્ટ્રેશન માત્ર QR કોડ દ્વારા જ માન્ય રહેશે, મેચ ફોર્મેટમાં ૧૧ પોઈન્ટની ગેમ, જેમાંથી ૩માંથી ૨ગેમ જીતનાર ખેલાડી વિજેતા ગણાશે, સર્વિસ નિયમમાં દરેક ખેલાડી ૨ સર્વિસ બાદ સર્વિસ બદલાશે, રેફરીનો નિર્ણય અંતિમ માનવામાં આવશે, વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર અપાશે. ઉપરાંત, સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીને ભાગીદારી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ શહેરના યુવા ખેલાડીઓ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થશે અને સ્વસ્થ રમત-સંસ્કૃતિને વેગ આપશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. ખેલાડીઓએ સમયસર QR કોડ દ્વારા રજીસ્ટ્રેશન કરી પોતાની હાજરી નિશ્ચિત કરવાની અપીલ પણ કરવામાં આવી છે.









