મોરબીના શનાળા ગામે દેવશ્રી એપર્ટમેન્ટમાં રહેતા ૪૬ વર્ષીય કમલભાઈ ઉર્ફે મોન્ટુ મહેશભાઈ સંપટ બાથરૂમમાં ચક્કર આવી પડ્યા બાદ તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને સરકારી હોસ્પિટલ મોરબીમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કરતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના શનાળા ગામમાં બાથરૂમમાં પડી જવાથી એક વ્યક્તિના મોતનો બનાવ સામે આવ્યો છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અકસ્માત મોતની નોંધ મુજબ, શનાળા ગામના દેવશ્રી પેલેસ, લીમડાવાળા મેલડી માતાજી મંદિર પાછળ રહેતા કમલભાઈ(મોન્ટુ) મહેશભાઈ સંપટ ઉવ.૪૬ પોતાના ઘરે ગઈ તા.૦૮/૧૧/૨૦૨૫ ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરશામા બાથરૂમમા ચકકર આવતા પડી જતા તેઓને રાતના બે વાગ્યાના અરશામા તબિયત વધુ ખરાબ થતા બેભાન અવસ્થામા સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબીમા સારવાર અર્થે લઈ આવતા ફરજ ઉપર હાજર ડોકટરે જોઇ તપાસી મરણ ગયેલ જાહેર કર્યા હતા, ત્યારે શહેર પોલીસ દ્વારા મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ જારી આગળની તપાસ ચલાવી છે.









