મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુળદેવી પાન નજીક હાઉસિંગ વિસ્તારના જાહેરમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ ઇસમને રોકી બી ડિવિઝન પોલીસ દ્વારા તેની તલાસી લેતા તેની પાસેથી કિંગફિશર સ્ટ્રોંગ બિયરના બે ટીન કિ.રૂ.૨,૨૦૦/-મળી આવ્યા હતા, જેથી તુરંત આરોપી અર્જુનભાઇ ઉર્ફે નવઘણ પ્રવીણભાઈ પરમાર ઉવ.૨૦ રહે. વિદ્યુતનગર મફતીયાપરા મોરબી-૨ વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









