હળવદ તાલુકામાં રહેલ વડીલો પાર્જીત ખેતી વિષયક જમીન ખાલી કરવા હાલ મોરબી ખાતે રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધને એક અજાણ્યા ઈસમ દ્વારા પ્રથમ ફોન ઉપર બાદમાં રૂબરૂ મળી જેમફાવે તેમ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને ત્યારબાદ પણ અવાર નવાર ધમકીઓ ચાલુ રાખતા, આખરે કંટાળી વૃદ્ધ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ, મોરબી-૨ પ્રભુકૃપા ટાઉનશીપમાં અમૃત એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૫૦૧ માં રહેતા મૂળ હળવદના દેવીપુર ગામના વતની ઈશ્વરભાઈ દુદાભાઈ કુંડારીયા ઉવ.૭૨ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ભોલુભાઈ જારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૭/૧૧ ના રોજ ઈશ્વરભાઈ પોતાના ઘરે હતા ત્યારે ઉપરોક્ત આરોપીએ તેમના ફોનમાં કોલ કરેલ અને તેમની હળવદના તેમના વતનમાં આવેલ વડીલો પાર્જીત ખેતી વિષયક ૧૦ વિઘા જમીન ખાલી કરી દેજો તે જમીન મેં વેચાતી લઈ લીધેલ છે, તેમ કહી આરોપીએ તેની સાથે જેમફાવે તેમ બોલાચાલી કરી હતી, બાદમાં રૂબરૂ મળવા પ્રભુકૃપા ટાઉનશીપ નીચે બોલાવ્યા જ્યાં આરોપીએ આવી ફરથી ઈશ્વરભાઈને અપશબ્દો બોલી જો જમીન ખાલી નહિ કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાથી ચાલ્યો ગયેલ, અને ત્યારબાદ પણ આરોપી દ્વારા ઈશ્વરભાઈને ફોન ઉઓર ધમકીઓ ચાલુ રાખતા આખરે કંટાળી ઈશ્વરભાઈએ આ ભોલું જારીયા વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.









