માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી તાલુકાના નવાગામ ગામે નદીના કાંઠે રેઇડ કરતા જ્યાં આરોપી અફઝલભાઈ મુબારકભાઈ પઠાણ ઉવ.૧૯ રહે. હાલ મોરબી રણછોડનગર મૂળ રહે. વવાણીયા તા.માળીયા(મી) વાળો દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો રંગેહાથ પોલીસની ઝપટે ચડ્યો હતો. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી પતરાનુ બેરલ નંગ-૦૧ તેમાં રહેલ ગરમ આથો લીટર-૧૦૦ કિં.રૂ.૨૫૦૦/- તથા બેરલ નંગ-૦૧ માં રહેલ દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૦૦ કિં.રૂ.૨૫૦૦/- તથા દેશીદારૂ લીટર-૧૦૦ કિં.રૂ.૨૦,૦૦૦/- તથા ભઠ્ઠી લગત સાધનો જેમાં ટીનનુ બકડીયુ નંગ-૦૧ કિં.રૂ.૧૦૦ તથા નળી સાથેની થાળી નંગ-૦૧ કિં.રૂ.૫૦/- મળી કૂલ કિં.રૂ.૨૫,૧૫૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









