એક જ રાતમાં બે મોટરસાયકલ ચોરીના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ.
વાંકાનેરના હસનપર ગામે ઘરની બહાર પાર્ક કરેલ બે મોટર સાયકલની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, હાલ પોલીસે આરોપી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા અજયભાઈ ભુપતભાઇ પરસોંડા ઉવ.૨૯ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૦૪/૧૧ના રોજ રાત્રીના પોતાના રહેણાંક બહાર પાર્ક કરેલ હીરો સ્પ્લેન્ડર રજી. નં. જીજે-૩૬-એડી- ૦૭૯૦ તથા બીજું મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-એજી-૦૭૯૦ એમ બે મોટર સાયકલ કોઈ વાહન ચોર ઈસમો એકસાથે ચોરી કરીને લઈ ગયા હતા, બનાવ અંગે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી સામે બીએનએસની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









