Wednesday, November 12, 2025
HomeGujaratમોરબી: સગીરાનું અપહરણ કરી વારંવાર જાતીય શોષણ કરનાર નરાધમને ૨૦ વર્ષ કેદની...

મોરબી: સગીરાનું અપહરણ કરી વારંવાર જાતીય શોષણ કરનાર નરાધમને ૨૦ વર્ષ કેદની સજા

મોરબી ફાસ્ટ ટ્રેક પોક્સો કોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેમાં ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી છ મહિનાથી વધુ સમય સુધી વારંવાર જાતીય હુમલો કરનાર નરાધમ આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ તથા કુલ રૂ. ૩૫,૦૦૦ ના દંડની સજા ફટકારી છે. આ સાથે ભોગબનનારને રૂ. ૪.૩૫ લાખ વળતર ચુકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

કેસની ટુક વિગત મુજબ, વાંકાનેર તાલુકામાં ૨૮ ઑક્ટોબર ૨૦૨૨ની રાત્રે આરોપીએ ફરીયાદીની નાબાલિક દીકરી ઉવ. ૧૫ વર્ષ ૯ માસ વાળીને લગ્નની લાલચ આપી અપહરણ કરી પોતાની સાથે સુરત તથા પોરબંદરના ભરવાડા ગામે લઈ ગયો હતો. આરોપીએ ભોગબનનાર સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં ૨૮/૧૦/૨૦૨૨ થી ૧૬/૦૪/૨૦૨૩ સુધી વારંવાર જાતીય હુમલો કરી શોષણ કર્યું હતું. તે પહેલાં પણ જામનગરના દડીયા ગામે તથા વાંકાનેરના પાજ ગામની સીમમાં અનેક વખત જાતીય હુમલો કર્યાની હકીકત તપાસ દરમિયાન બહાર આવી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા, પોલીસે આરોપીની અટક કરી હતી.

ત્યારે ઉપરોક્ત કેસ મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા, સરકારી વકીલ એન.ડી.કારીયાની ધારદાર દલીલો તેમજ તબીબી પુરવાઓ આરોપી વિરુદ્ધ હોવાનું જણાયાં બાદ પોકસો કોર્ટ ન્યાયાધીશ કમલ આર.પંડ્યા દ્વારા આરોપીને કડક સજા ફરમાવાઈ છે. અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ હેઠળ ૫ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૫,૦૦૦ નો દંડ, કલમ ૩૬૬ હેઠળ ૭ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૧૦,૦૦૦ નો દંડ, તેમજ કલમ ૩૭૬(૨)(જે)(એન), ૩૭૬(૩) અને પોક્સો કલમ ૫(એલ), ૬ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદ તથા રૂ. ૨૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૪૨૭ મુજબ તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે. આ સાથે ભોગબનનારને રૂ.૪.૩૫ લાખ વળતર આપવા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળને સૂચના આપતો આદેશ કરવામાં આવ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!