હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે લોખંડના સળીયા ચોરીના કૌભાંડનો હળવદ પોલીસે પર્દાફાશ કર્યો છે. હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે રેડ કરી ૧૮૩૫ કિલોગ્રામ લોખંડના સળીયા કિ.રૂ.૯૧,૭૫૦/- જેટલો બીનવારસી મુદામાલ કબ્જે કરી શકદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના હેઠળ સ્ટાફે બાતમીના આધારે કવાડીયા ગામની સીમમાં પહોંચીને ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે ઉતારાતા લોખંડના સળીયા પકડી પાડ્યા હતા. સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે શકદાર સતિષ દેવાભાઈ ભરવાડ રહે. ગામ ચુલી તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. લોખંડના ૧૮૩૫ કિલો સળીયા કિ.રૂ. ૯૧,૭૫૦/- જપ્ત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરીમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા, ગભરૂભાઈ હનુભાઈ, હેડ કોન્સ. દિનેશભાઈ હનાભાઈ, તથા કોન્સ. વનરાજસિંહ માવુભા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, સંજયભાઈ મનજીભાઈ, સાગરભાઈ ડાયાભાઈ અને યુવરાજસિંહ નીરૂભા સહિતનો સ્ટાફ જોડાયો હતો









