વાંકાનેર નજીક ઢુંવા ઓવરબ્રીજ પાસે સ્કોડા કારના ચાલકે પોતાની કાર બેફામ ચલાવી આગળ જતી માલવાહક રીક્ષાને પછાલથી ઠોકર મારતા, રીક્ષા રોડ ઉપર પલટી મારી ગયી હતી, ત્યારે આ અજસમાત્મા રીક્ષા ચાલકને માથામાં ગંભીર ઇજા પાહીચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ કારચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી માહિતી અનુસાર તા. ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે આશરે ચાર વાગ્યાના સમયે વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઈવે પર ઢુંવા ઓવરબ્રીજ ઉતરતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં અતુલ માલવાહક રીક્ષા રજી. નં. જીજે-૦૩-એવી-૦૭૭૧ ચલાવતા ધરમશીભાઈ દેવશીભાઈ પરમાર ઢુંવા તરફથી મકનસર તરફ જઈ રહ્યા હતા, તે દરમ્યાન પાછળથી આવતા સ્કોડા કાર રજી. નં. જીજે-૩૬-એજે-૯૭૯૨ના ચાલકે કાર ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે ચલાવી રીક્ષાની પાછળ ઠોકર મારી હતી. આ અથડામણમાં રીક્ષા પલ્ટી મારી ગઈ, જેના પરિણામે રીક્ષા ચાલક ધરમશીભાઈ દેવશીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક કાર લઈને સ્થળ પરથી નાસી ગયો હતો. ત્યારે અકસ્માતની આ ઘટનાને લઈને મૃતકના ભાઈ જીવરાજભાઈ દેવશીભાઈ પરમાર રહે. નવા મકનસર મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવા શોધખોળ શરૂ કરી છે.









