મોરબી તાલુકા પોલીસ દ્વારા બાતમીનાં આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જયારે આરોપી ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ આજ રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની GJ-07-DD-4555 નંબરની હુન્ડાઇ ક્રેટા કાર ઇગ્લીશ દારૂ ભરી કચ્છ તરફથી મોરબી તરફ નીકળનાર છે. જે હકીકતના આધારે પોલીસે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે રેઇડ કરી કાર ઝડપી પાડી હતી જોકે આરોપી ફરાર થઈ જતા પોલીસે રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસકીની ૩૬૦ બોટલનો રૂ.૪.૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મળી કુલ રૂ.૯,૬૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









