માળીયા(મી) પોલીસે તાલુકાના બોડકી ગામે બનીયાની સીમમાં તળાવ કાંઠે બાવળની કાંટમાં આવવરુ જગ્યાએથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો આશરે ૧૨૦૦ લીટર કિ.રૂ.૩૦,૦૦૦/-સાથે આરોપી સુભાનભાઈ આદમભાઈ મોવર ઉવ.૩૯ રહે. નવી નવલખી તા.માળીયા(મી) વાળાની અટક કરી માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









