પોલીસને જોઈ ભાગેલ કારનું અકસ્માત થતા અંધારાનો લાભ લઇ કાર ચાલક નાસી ગયો.
મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે મકનસર નજીક વોચમાં હોય તે દરમિયાન વાંકાનેર સાઈડથી આવતી બલેનો કારને ઉભી રાખવા ઈશારો કરતા, કાર ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ત્યાંથી ભગાવી મુકતા આગળ જઈ કારને અકસ્માત નડ્યો હતો, જેથી કાર ચાલક કાર રેઢી મિકીને નાસી ગયો હતો, જ્યારે કારનો પીછો કરી રહેલ પોલીસ ટીમે અકસ્માત થયેલ કારની તલાસી લેતા તેનાથી ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. હાલ પોલીસે દેશી દારૂ, કાર સહિત ૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે વાંકાનેર સાઈડથી બલેનો કાર રજી.નં. જીજે-૦૩-એનબી-૫૫૯૨માં દેશી દારૂ ભરીને મોરબી લાવવામાં આવવાનો હોય, જેથી તાલુકા પોલીસ ટીમ મકનસર ઍક્સેલ સીરામીક નજીક વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત બલેનો કાર ત્યાંથી પસાર થતા તેને દૂરથી રોકવાનો ઈશારો કરતા, બલેનો કારણ ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ત્યાંથી નીકળી જતા, તુરંત પોલીસ ટીમ તેનો પીછો કર્યો હતો, જે કાર મકનસર ક્વાર્ટર નજીક અકસ્માત થયેલ હાલતમાં મળી આવી હતી, જ્યારે કાર ચાલક અંધારાનો લાભ લઈને કાર રેઢી મૂકીને ભાગી ગયો હતો. ત્યારે કારની તલાસી લેતા તેમાંથી અલગ અલગ પ્લાસ્ટિકના બાચકામાં ૫૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧ લાખ મળી આવ્યો હતો. હાલ પોલીસે દેશી દારૂ તથા બલેનો કાર સહિત રૂ.૫૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી નાસી ગયેલ કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.









