મોરબી: તા. ૧૧ અને ૧૨ નવેમ્બર ૨૦૨૫ દરમ્યાન ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબીએ I.I.M.U.N. Conference ૨૦૨૫નું સફળ આયોજન કર્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ બની વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા અને ડિબેટ કરીને નેતૃત્વ અને સંવાદકૌશલ્યનો ઉત્તમ પરિચય આપી સૌનું મન જીતી લીધું હતું. આ સાથે સ્કૂલે બાળકોને વૈશ્વિક વિચારસરણી તરફ દોરી જતાં શૈક્ષણિક ક્ષેત્રે નવી દિશા આપી છે.
મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા તા. ૧૧ અને ૧૨ નવેમ્બર ૨૦૨૫ના રોજ આયોજન કરાયેલ I.I.M.U.N. Conference ૨૦૨૫ Empowering Future Leaders કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને સ્કૂલ તંત્ર તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ બે દિવસીય વૈશ્વિક કૉન્ફરન્સનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય મંચ પર વિચારો વ્યક્ત કરવાની તક આપવી, નેતૃત્વ ગુણો વિકસાવવા તથા વૈશ્વિક સમસ્યાઓને સમજવાની પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ જુદા-જુદા દેશોના પ્રતિનિધિઓ તરીકે ભાગ લઈને, આજના યુગના મહત્વના વૈશ્વિક પ્રશ્નો પર પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. ચર્ચા, વિચાર-વિમર્શ અને ડિબેટના માધ્યમથી વિદ્યાર્થીઓએ દુનિયાના પડકારો માટે ઉકેલ શોધવાના મોહક પ્રયાસો કર્યા હતા. તેમની બુદ્ધિ, આત્મવિશ્વાસ અને સંવાદકૌશલ્ય જોવા મળતા ઉપસ્થિત બધાએ તેમની પ્રશંસા કરી હતી.
ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ મોરબી જીલ્લાની એવી પ્રથમ શૈક્ષણિક સંસ્થા છે જેણે વિદ્યાર્થીઓને I.I.M.U.N. જેવી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ભાગ લેવાની તક આપી છે. આ અનોખી પહેલ દ્વારા સ્કૂલે સ્થાનિક શિક્ષણ જગતમાં એક નવી દિશા દર્શાવી છે. સ્કૂલના સૂત્ર Curiosity | Creativity | Compassionને જીવન્ત રાખવા માટે અને બાળકોને વૈશ્વિક પાયે વિચારી શકે એવી તક આપવા માટે આ કૉન્ફરન્સ મહત્વનું પગલું સાબિત થયું છે. સ્કૂલના મતે,
“Every child deserves a platform to lead, learn, and inspire.” ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ માત્ર એક શાળા નહીં પરંતુ વિચાર, આત્મવિશ્વાસ અને નવીનતાનો પ્રેરણાસ્ત્રોત હોવાનું આ કાર્યક્રમ દ્વારા ફરી એક વાર સાબિત કર્યું છે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે









