મોરબી: શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં મોરબીના બેલા (રંગપર) ખાતે રૂ.૫૯.૭૭ કરોડના માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત વિભાગના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું હતું. જેમાં ખોખરા-બેલા-પીપળી-જેતપર રોડ, જે સિરામિક ઉદ્યોગ માટે જીવદોરી સમાન છે, તેના કાર્યનું પ્રારંભ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સીરામિક ઉદ્યોગ વતી મનોજ એરવાડિયાએ મુખ્યમંત્રી, રાજ્ય સરકાર અને કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો છે.
ગત તા. ૧૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ મોરબીના બેલા (રંગપર) ખાતે મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ થયો હતો. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત તેમજ સ્ટેટ હસ્તકના કુલ રૂ. ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. ત્યારે ખોખરા થી બેલા માર્ગ, જે સીધો પીપળી-જેતપર રસ્તા સાથે જોડાય છે, મોરબીના સીરામિક ઉદ્યોગ માટે જીવાદોરી સમાન છે. કાચો માલ, તૈયાર માલની હેરફેર અને હજારો કામદારોની અવરજવર માટે આ માર્ગ અત્યંત મહત્વનો હોવાથી ઉદ્યોગ ક્ષેત્રે આ કામની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી.
રાજ્ય સરકારે માર્ગ વિકાસ માટે ઝડપી મંજૂરી આપી અને તંત્રોએ કાર્યની શરૂઆત માટે જરૂરી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી. આ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને સીરામિક ઉદ્યોગ જગતમાં હર્ષ અને સંતોષની લાગણી વ્યક્ત થઈ છે. સીરામિક ઉદ્યોગ વતી મનોજ એરવાડિયાએ આ ખાતમુહૂર્ત બાદ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ રોડ-રસ્તાની મંજૂરી અને કાર્યાન્વયન માટે મુખ્યમંત્રી, રાજ્ય સરકારના વહીવટી તંત્ર તથા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો અંતઃકરણપૂર્વક સૌનો આભાર વ્યક્ત કર્યો છે.









