મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની ૧૬ વર્ષીય સગીર વયની દીકરીને લગ્નની લાલચે બદકામ કરવાના આશ્રય સાથે ભગાડી જનાર વિરુદ્ધ ભોગ બનનારની માતા દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને આરોપી રાજ ઉર્ફે ધુલો સવસીભાઈ કુવરીયા રહે.ત્રાજપર મોરબી-૨ વાળો લલચાવી ફોસલાવી બદકામ કરવાના કે લગ્ન કરવાના ઇરાદે ફરિયાદીના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો. ત્યારે હાલ પીડિતાની માતાની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી સામે બીએનએસ તથા પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









