મોરબી જીલ્લામાં એક જ દિવસમાં ત્રણ જુદા જુદા સ્થળે બનેલા અપમૃત્યુના બનાવમાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહીભથ ધરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં સનારીયા ગામ કંપની લગધીરપુર રોડ ઘુંટુ રહેતા મોહીતભાઈ રાજુભાઈ વર્મા ઉવ.૨૧ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતાં તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું. મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
અપમૃત્યુના બીજા બનાવમાં માળીયા(મી) તાલુકાના રોહીશાળા ગામની સીમમાં રહેશભાઉની વાડીએ રહેતા મૂળ છોટાઉદેપુર જીલ્લાના વજીપૂર ગામના વતની વાણસીબેન જેન્તિભાઈ નાયક ઉવ.૧૬ નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર તા.૦૪/૧૧ રોજ વાડીએ ઝેરી દવા પી લેતા, પ્રાથમિક સારવાર જેતપર બાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તા.૧૫/૧૧ના રોજ તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા(મી) પોલીસે આ.મોતની નોંધ કરી છે.
જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, મોરબીના લાલપર ગામની સીમમાં આઇ.બી.ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ બિહારના ભેડીયા પોસ્ટના વતની જુમ્માદીન હજરતભાઈ બૈઠા ઉવ.૨૫ વાળા ગઈ તા.૧૧/૧૧ ના રોજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ સેપલ ટાઇલ્સના કારખાનામાં કીલનનું વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા ત્યારે આશરે ૧૫ ફૂટ ઉપરથી નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









