સૌરાષ્ટ્રનું પહેલું રોબોટિક જૉઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ધરાવતા આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુ:ખાવા માટે રાહત દરે આરોગ્ય પરામર્શનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને ગોઠણ તથા થાપાના સાંધાના વિવિધ રોગોનું નિદાન કરવામાં આવશે અને નિઃશુલ્ક એક્સરે કરી આપવામાં આવશે.
આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુ:ખાવા માટે રાહત દરે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફક્ત રૂ.10 ના OPD ચાર્જમાં નિદાન ઉપલબ્ધ કરવામાં આવશે.આ કેમ્પ આવતીકાલે તા. 18 / 11 / 2025 નાં રોજ સવારે 09:00 AM થી બપોરે 01:00 વાગ્યા દરમિયાન આયુષ હોસ્પિટલ – મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ ખાતે યોજાશે. જેમાં નિઃશુલ્ક એક્સ-રે, BMD (BONE MINERAL DENSITY) સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. તેમજ દર્દીઓને માઈક્રોપ્લાસિક (અડધો સાંધો બદલાવવાની સર્જરી), T.K.R સર્જરી તથા T.H.R સર્જરી પણ કરી આપવામાં આવશે. જો તમને ઢીંચણમાં સતત દુખાવો થતો હોય, સીડી ચડવા ઉતારવામાં તકલીફ પળતી હોય, નીચે જમીન પર ઉઠવા બેસવામાં તકલીફ પડતી હોય, પગ વાંકા થતા હોય તથા ઢીંચણના ઓપરેશનની સલાહ મળેલ હોય તો કોઈ પણ વ્યક્તિને આ કેમ્પનો ચોક્કસ લાભ લેવો જોઈએ.









