Tuesday, November 18, 2025
HomeGujaratપ્રેરણાદાયી પહેલ : ઘૂંટુ ગામના યુવાનો SIR ની કામગીરીમાં જોડાયા

પ્રેરણાદાયી પહેલ : ઘૂંટુ ગામના યુવાનો SIR ની કામગીરીમાં જોડાયા

દરરોજ રાત્રે ગામના જાગૃત યુવાનો પ્રાથમિક શાળાએ એકઠા થઈને મતદારોના ફોર્મ ભરવા સહિતની કામગીરી કરે છે.

- Advertisement -
- Advertisement -

મોરબી: ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision- SIR) હેઠળ તા. ૦૪/૧૧/૨૦૨૫ થી તા. ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન ગણતરી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી સરકારી શાળાના શિક્ષકોને બુથ લેવલ ઓફિસર (BLO) તરીકે સોંપવામાં આવી છે પરંતુ બધા મતદારોને ફોર્મ ભરવા અંગે પૂરતી માહિતી ન હોય મોરબી તાલુકાના ઘૂંટુ ગામના જાગૃત યુવાનોએ ગામનાં તમામ મતદારોના SIR ના ફોર્મ ભરવા સહિતની તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

આ અંગે મળતી માહીતી મુજબ ભારતીય ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ SIR હેઠળ BLO દ્વારા ઘૂંટુ ગામમાં તમામ મતદારોના ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવેલ છે પરંતુ માહિતીના અભાવે મતદારોમાં ફોર્મ ભરવા બાબતે અસમંજસ રહેતી હોય જેથી આ બાબતે BLO ને પણ કામનું ભારણ ન વધે અને ગામની SIR પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ થાય તે હેતુથી ગામના જાગૃત યુવાનોએ આ કામ સુપેરે પાર પાડવાનું બીડું ઝડપ્યું છે જેમાં ૧૫ થી ૨૦ જેટલા યુવાનો દરરોજ રાત્રે સરકારી શાળાએ એકઠા થઈને BLO ના માર્ગદર્શન હેઠળ મતદારોના ફોર્મ ભરવા સહિતની કામગીરી કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!