મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી ચોકડી નજીક શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકનું ઝબલુ લઈને ઉભેલ આરોપી નિતેશભાઈ અરવિંદભાઈ કણજારીયા ઉવ.૩૨ રહે.રંગાણી વાડી વાવડી ચોકડી મોરબી વાળાને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂ રોયલ સ્ટગની ૧૮૦મીલી.ની ૨ નંગ બોટલ કિ.રૂ.૧,૦૪૦/-મળી આવતા તુરંત આરોપીની અટક કરી હતી. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ વિદેશી દારૂ આપનાર આરોપી કિશન ઉર્ફે છોટુ ડાભી પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપતા, પોલીસે તેને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









