વાંકાનેર તાલુકાના સરતાનપર થી પાનેલી ગામ જવાના રસ્તે પોલીસ ટીમ વાહન ચેકીંગ કરતા હોય તે દરમિયાન સરતાનપર ગામ તરફથી આવતા હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.ન. જીજે-૩૬-એએન-૪૫૮૭ ને રોકી બાઇક ચાલકની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂ રોયલ સ્ટગની બે બોટલ કિ.રૂ.૨,૬૦૦/-મળી આવી હતી જેથી તુરંત આરોપી વિપુલભાઈ બચુભાઇ બલોધરા ઉવ.૩૦ રહે. હાલ રફાળેશ્વર મૂળરહે.નવી જોગડ ગામ તા.હળવદ વાળાની વાંકાનેર તાલુકા પોલીસે અટકાયત કરી મોટર સાયકલ સહિત કુલ રૂ.૩૨,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









