દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબી ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ પ્રીમિયર લીગ 2025 (સિઝન-2) નું રોમાંચક તબક્કો ચાલી રહ્યો છે. આ ટુર્નામેન્ટ 15થી 20 નવેમ્બર 2025 દરમિયાન મોરબીના ગ્રીન પાર્ક ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે.આ વર્ષે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશની વિવિધ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમોએ ભાગ લીધો છે. લીગ તબક્કાના રોમાંચક મુકાબલાઓ બાદ ચાર ટીમો સેમીફાઈનલમાં પ્રવેશી છે :DWPS મોરબી – A
DWPS મોરબી – B
DWPS આગ્રા
DWPS અજમેર
આજે (19 નવેમ્બર) બંને સેમીફાઈનલ મેચો રમાશે. બંને સેમીફાઈનલની વિજેતા ટીમો વચ્ચે આવતીકાલે તા. 20 નવેમ્બર 2025ના રોજ સવારે 9:00 કલાકે ગ્રાન્ડ ફાઈનલ રમાશે, જેમાં સિઝન-2ની ચેમ્પિયન ટીમને આકર્ષક ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.આ ટુર્નામેન્ટનું વિશેષ મહત્વ એ છે કે અહીં દેખાતા શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ફેડરેશનની રાષ્ટ્રીય ટીમની પસંદગી કરવામાં આવશે. આ રાષ્ટ્રીય ટીમ જાન્યુઆરી 2026માં ઓમાન ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ રોમાંચક મેચોનો લાઈવ આનંદ માણવા ક્રિકેટપ્રેમીઓને ગ્રીન પાર્ક ગ્રાઉન્ડ, મોરબી ખાતે હાર્દિક આમંત્રણ છે.









