જિલ્લા વહીવટીતંત્ર તેમજ આઈ.ઓ.સી.એલ. ના સંયુક્ત ઉપક્રમે માળીયા તાલુકાના ખાખરેચી ખાતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ દરમિયાન ગેસની પાઇપલાઇન તુટતાં તુરંત શું કાર્યવાહી કરવાની થાય તે માટે સંબંધીત વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી અંગે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન સંબંધીત કચેરીના અધિકારીઓ, મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી, ફાયર સ્ટાફ, ૧૦૮ સર્વિસ, અને પોલિસ કર્મચારીની હાજરીમાં મોકડ્રીલ યોજાઇ હતી.
આ કાર્યક્રમમાં માળીયા મામલતદાર ડી.સી. પરમાર, એસઓજી પી.આઈ. મોરબી જે.એમ.આલ, સી.એસ.ઓ. કશ્યપ ભટ્ટ, પી.એસ.આઈ. નરેન્દ્રસિંહ ચુડાસમા, ખાખરેચી પી.એચ.સી. ડૉ. બ્રીજેશ મૂંગારા, ડીપીઓ અમરીન ખાન, માળીયા રેવેન્યુ તલાટી એલ.એસ. ઠાકુર, ૧૦૮ ઈમરજન્સીની ટીમના વિરલ પંચાલ, મહેશભાઈ બાલાસરા અને સરપંચ ખાખરેચી પ્રાણજીવનભાઇ ઉપસ્થીત રહ્યા હતા.