યોગ તાલીમ માટે નામાવલી તૈયાર કરવાની છે, જેથી ઈચ્છુકોએ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ ખાતે નોંધણી કરાવવી.
મોરબી: નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અમદાવાદ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર સાથે થયેલ યોગ તાલીમ એમ.ઓ.યુ. અંર્તગત જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા યોગ ક્લાસીસમાં આવવા ઈચ્છુક પૂર્વ સૈનિકો/સ્વગર્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ/તેઓના આશ્રિતો માટે જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ ખાતે વિના મુલ્યે યોગ ક્લાસીસ/યોગની તાલીમ માટે નામાવલી તૈયાર કરવામાં આવનાર છે.
યોગ ક્લાસીસમાં આવવા ઈચ્છુક પૂર્વ સૈનિકો/સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ/તેઓના આશ્રિતો જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ ખાતે તેઓના નામની નોંધણી કરાવી શકે છે. યોગ ક્લાસીસ શરૂ થવાની તારીખ, સ્થળ, તેમજ તેને લગતી સુચનાઓ આગામી સમયમાં જાણ કરવામાં આવશે તેમ રાજકોટ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.









