મોરબી શહેર પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મકરાણીવાસ વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે નાસ8બ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા બસીરભાઈ સલીમભાઈ ચાનીયા ઉવ.૩૨ રહે. મતવા ચોક ગ્રીન ચોક મોરબી, સોહીલભાઈ હાઝીભાઈ મલેક ઉવ.૨૧ રહે. બોરીચાવાસ જેલચોક, નિરવભાઈ સુભાષભાઇ મિરાણી ઉવ.૩૨ રહે. દલવાડી સર્કલ આવાસ યોજના ચાર માળીયા મોરબી, રમીઝભાઈ હુસેનભાઇ ચાનીયા ઉવ.૨૮ રહે.કાલિકા પ્લોટ મોરબી, આરીફ અલીખાન સીપાઈ ઉવ.૨૪ રહે.હુડકો ક્વાર્ટર પરસોત્તમ ચોક પછાલ મોરબી, ફારૂક જુમાભાઈ શાહમદાર ઉવ.૩૫ રહે.મકરાણીવાસ મોરબી તથા દાઉદશા રહિમશા દિવાન ઉવ.૩૭ રહે. મકરાણીવાસ મોરબી વાળાને રોકડા રૂ.૬,૩૦૦/-સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઈ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









