મોરબીમાં નવનિર્મિત ભાજપ કાર્યાલય કમલમ નું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભાજપ કાર્યકરોની મહેનત ને બિરદાવતા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી અને મોરબીની પ્રજાની ખમીરાત ને બિરદાવી હતી અને વિરોધ પક્ષો પર પ્રહાર પણ કર્યા હતા.તેમજ કેન્દ્રીયમંત્રીએ સ્ટેજ પરથી નીચે ઉતરીને એક બાળક પાસેથી તેમની તસવીર ભેટ સ્વરૂપે સ્વીકારી હતી.
મોરબીમાં શનાળા ગામ નજીક ૧૦ કરોડના ખર્ચે આધુનિક કમલમ બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે કરવામાં આવ્યું છે.તેમજ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કેમ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા હતા.
ખુબ લાંબા સમય પછી મોરબી આવ્યો છું મોરબી પંથક લડાકુ નો પંથક છે ગમે તેટલી મુસીબત આવે તો માનવીય ખુમારીથી ફરીથી ઊભા થવાની કળા આખા દેશમાં ફૂટી ફૂટીને મોરબીમાં ભરી છે.હું નાનો હતો ત્યારે મોરબીમાં જળ પ્રલય આવ્યો અને મચ્છુ ડેમ ધોવાઈ ગયો અને શહેર તબાહ થઈ ગયું.હું આખા દેશમાં ફરુ છું દેશમાં કોઈ બીજું શહેર હોય તો એને ઊભા થતા ૫૦ વર્ષ થી વધારે સમય લાગે આજે કોઈ મોરબી જુવે તો જળ પ્રલય નું નામ નિશાન ન મળે એવું મોરબી તમે બનાવ્યું છે.
અહીંયા સિરામેક ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ત્યારે સિરામેક ઇન્ડસ્ટ્રીને જોઈએ તે કશું મોરબીમાં ન હતું.પરંતુ મોરબીના પાટીદાર સમાજે સિરામિક ઇન્ડસ્ટ્રી નાખવી તો મોરબીમાં જ નાખવી એવું કર્યું એટલે આજે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે સૌથી વધુ અનુકૂળ હોય તો એ મોરબી છે.આખી દુનિયાની ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી ને ભૂ પીતા કરવાનું કામ મોરબીના ભાયડાઓએ કર્યું છે.ઘડિયાળ બનાવવાની હોય કે ટાઇલ્સ બનાવની હોય મોરબી દુનિયા ભરમાં સૌરાષ્ટ્ર નું નામ આગળ કર્યું છે.
તેમજ મોરબીમાં તૈયાર થયેલ કમલમ કાર્યાલય બાબતે જણાવ્યું હતું કે સૌ ભાજપ કાર્યકરો માટે કાર્યાલય એ ઓફિસ નથી બીજું ઘર છે.અત્યાર સુધી હું મોડલ કાર્યાલય જોવા માટે બધાને તેલંગાણા મોકલતો હતો હવેથી મોરબી મોકલીશ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકો ભાજપના વળતા પાણીની રાહ જોતા હતા તે સાંભળી લો તમિલનાડુ અને બંગાળમાં પણ ભાજપ એનડીએ ની સરકાર બનવાની છે…કાળજુ કાઠુ કરી લેજો..ઘૂસપેઠિયા મુક્ત બિહાર માટે બિહારના લોકોએ ભાજપ એનડીએ ની મત આપ્યા છે.કાશ્મીરથી કન્યા કુમારી સુધી ઘૂસ પેઠિયા ને ખૂણે ખૂણે થી શોધી કાઢશું.ઘૂસપેઠિયાના સમર્થનમાં કોંગ્રેસ એ રેલીઓ કાઢી હતી.બીહારમાં જેમ કોંગ્રેસનો કુડદો નીકળી ગયો તેમ લોકલ બોડી તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે









