કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબી જિલ્લામાં ભાજપના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લાનાં મોરબી સિરામિક પરિવાર, મોરબી બિલ્ડર એસોસિએશન, મોરબી પેકેજીંગ એસોસિએશન, પેપર મિલ એસોસિએશન,
મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન, મોરબી સિરામિક મિનરલ પરિવાર, મોરબી લેમિનેટસ્ પરિવાર, વાકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ,
પોલિપેક એસોસિએશન વિગેરે એસોસિએશનના પ્રમુખ અને પ્રતિનિધિઓ દ્વારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.









