મોરબી જીલ્લામાં તા.૨૧/૧૧ના રોજ ચાર અલગ-અલગ સ્થળે અપમૃત્યુના બનાવ નોંધાયા. જેમાં બે પ્રૌઢ, એક અજાણ્યો પુરુષ અને એક પરિણીતાનો ગળેફાંસો ખાઈ અકાળે મૃત્યુ નિપજ્યા અંગે જીલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી શહેરના શક્તિચોક ફુલ ગલીમ રહેતા યુસુફભાઈ ઇબ્રાહીમભાઈ ગોપલાણી ઉવ.૫૮ નામના પ્રોઢે પોતાના ઘરે કોઈ કારણસર કેરોસીન છાટી સળગી જતાં ગંભીર દાઝી ગયા હતા, ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસે અ. મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા અપમૃત્યુ અંગે હળવદ પોલીસ સ્ટેશનવિસ્તારમાં રણજીતગઢના પાટીયા નજીક હળવદ-માળીયા માર્ગ પર ઇશ્વરભાઈની વાડીમાં રહેતા નાનજીભાઈ દેવજીભાઈ સોનાગ્રા દલવાડી ઉવ.૫૮ તેમના કબ્જાનું મોટરસાયકલ ચલાવતા વખતે નીચે પટકાતા શરીરે જમણા હાથે કાંડામાં સામાન્ય ઇજા થઈ હોય ત્યારે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લાવતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના ઊચી માંડલ ગામની સીમમાં સેલ્સ પેલ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતી સીતાબેન અનિલભાઈ સોલંકી ઉવ.૨૪ એ કોઈ અજાણ્યા કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના પતિ અનીલભાઈએ મૃતકને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત ચોથા અપમૃત્યુમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા પુરુષનું ટ્રેન હડફેટે આવતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મરણ બાદ લાશ સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવતા બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.









