મોરબીમાં ત્રણ દિવસ પહેલા મજૂરીના કામ બાબતે થયેલ બબાલનો ખાર રાખી આરોપી અર્જુનભાઇ અરવિંદભાઈ દેવીપૂજક રહે.કુબેર ટોકીઝ પાસે મોરબી-૨ વાળાએ તા ૨૨/૧૧ ના રોજ ફરિયાદી કાસમભાઈ કાદરભાઈ કાજડીયા ઉવ.૩૦ રહે. વીસીપરા રમેશ-કોટન મિલ ચાલી મોરબી વાળા કે જેઓ રાજપર ગામે સરકારી ગોડાઉનમાં આઇસર ગાડીમાં પંચરનું કામ કરાવી રહ્યા હતા ત્યારે આરોપી અર્જુનભાઇએ ત્યાં આવી ફરિયાદી કાસમભાઈને માથામાં ટામી મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અર્જુનભાઇ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









