Monday, November 24, 2025
HomeGujaratહળવદના ચરાડવા ગામે ટ્રાફિકમાં કાર રોડ ક્રોસ કરવા બાબતે ટ્રક ચાલકને માર...

હળવદના ચરાડવા ગામે ટ્રાફિકમાં કાર રોડ ક્રોસ કરવા બાબતે ટ્રક ચાલકને માર માર્યો

હળવદના ચરાડવા ગામથી આગળ રોડ ઉપર ટ્રાફિકને કારણે કપાસ ભરેલ ટ્રકના ચાલકે પોતાનું વાહન ધીમું પાડતા, ત્યારે બાજુમાંથી ફૂલ સ્પીડે કારના ચાલકે પોતાની કાર હંકારી રોડ ક્રોસ કરવા બાબતે એકદમ ઉશ્કેરાઈ ટ્રકના ચાલકને ગાળો ભાંડી બેફામ માર મારવામાં આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હાલ ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મથકમાં આરોપી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદમાં પંચમુખી ઢોરો નજીક રહેતા ૨૩ વર્ષીય દશરથભાઈ ઉર્ફે મુમાભાઈ અમરાભાઈ ગોલતર નામના ટ્રકના ડ્રાઇવર યુવકે હળવદ પોલીસ નાથકમાં આરોપી સદામભાઈ રહે. ચરાડવા તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૨૧/૧૧ ના રોજ ફરીયાદી દશરથભાઈ ઉર્ફે મુમાભાઈ પોતાનો ટ્રક રજી. નં. જીજે-૦૯-એવી-૫૩૯૭ વાળીમા હળવદ માર્કેટ યાર્ડમાથી બીટી કપાસ ભરીને ટંકારા ખાલી કરવા જતા હતા ત્યારે ચરાડવા ગામથી આગળ નર્મદા કેનાલ પાસે ઠાકરધણી હોટલ સામે ટ્રાફિકમાં આરોપી સદામભાઈએ પોતાની કાર રોડ ક્રોસ કરવા બાબતે ફરીયાદીને ભુડાબોલી ગાળો આપતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇને દશરથભાઈને ઢીકા પાટુનો માર મારી શરીરે મુઢ ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!