માળીયા(મી) તાલુકાના જુના ઘાંટીલા ગામની સીમમાં શાકભાજીમાં દવા છાંટતી વખતે દવાની અસર થતાં ૨૩ વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોરબી સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. મૃત્યુના બનાવ અંગે પોલીસે મરણ નોંધ કરી છે.
માળીયા(મી) તાલુકાના જુના ઘાટીલામાં હસમુખભાઈ વિડજાની વાડીએ રહેતા, મૂળ નિવાસ ઢિલવાણી તા. કુકસી, જી. ધાર (મધ્ય પ્રદેશ) વાળાના શ્રમિક પરિવારની દીકરી મૃતક અનુબેન દોઢીયાભાઈ પલાસીયા ઉવ.૨૩ ગત તા. ૧૮/૧૧/૨૦૨૫ના રોજ શાકભાજીમાં ઝેરી દવા છાંટતી હતી. દરમિયાન દવાની ઝેરી અસર થતા તેમની તબિયત બગડી હતી. ત્યારે પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા અનુબેનને જેતપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર કારગત ન નિવડતા તા.૨૨/૧૧ ના રોજ અનુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ માળીયા(મી) પોલીસે અ. મોતની નોંધ કરી છે.









