મોરબી તાલુકાના રંગપર ગામે સ્પેન્ટાગોન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શ્રમિકને હાર્ટ એટેક આવવાથી કુદરતી રીતે મોત થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવેલ રંગપર ગામની સીમમાં આવેલ સ્પેન્ટાગોન કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ જગરનાથ છપરા તા. ભાટપાર રાની જી. દેવરીયા ઉત્તરપ્રદેશના વતની શશિભુવન સુખદેવ પટેલ ઉવ.૩૫ નામના શ્રમિકને તા. ૨૨/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડતા જ્યાં ફરજ ઉપર હાજર તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવને લઈને તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.









