મોરબી તાલુકાના નાની વાવડી ગામે ૫૪ વર્ષીય પ્રૌઢ પોતાના ઘરની સીડી પરથી અકસ્માતે પડી જતા તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે આ મામલે પોલીસે મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવેલ નાની વાવડી ગામે વણકરવાસમાં રહેતા બીજલભાઈ છગનભાઈ મકવાણા ઉવ.૫૪ ગઈકાલ તા.૨૩/૧૧ ના રોજ સવારે પોતાના ઘરમાં સીડી પરથી અકસ્માતે નીચે પડી ગયા હતા. નીચે પડતાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી બીપીનભાઈ વિજયભાઈ તેઓને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં લઈ આવતા ડૉક્ટરે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના અંગે તાલુકા પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









