વાંકાનેરના ચંદ્રપુર ગામે રિફેકટ્રી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી અજાણ્યા શખ્સે ડુપ્લિકેટ ચાવી વડે અથવા તો લોક તોડી ૧૨ લાખની કિંમતનું જોન ડિયર લોડર ટ્રેક્ટર ચોરી કરી લઈ ગયા અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદી સુરેશભાઈ મનોજભાઈ અંબાલીયા ઉવ.૪૧ રહે. મનમંદિર સોસાયટી વાંકાનેર વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા.૨૦/૧૧ સાંજથી તા.૨૧/૧૧ સવાર વચ્ચેના કોઈપણ સમયે ચંદ્રપુર ગામે મોમીનશા બાવાની દરગાહ પાછળ આવેલા એશિયન રિફેકટ્રી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી ફરીયાદીની માલીકીનું જોન ડિયર કંપનીનું લોડર ટ્રેક્ટર રજી.નં. જીજે-૩૬-એસ-૩૬૯૧ વાળું કિ રૂ.૧૨ લાખ કોઈ અજાણ્યા ચોર ચોરી કરી લઈ ગયા હોય. હાલ વાંકાનેર સિટી પોલીસે આરોપી વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે









