Tuesday, November 25, 2025
HomeGujaratમોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડવાથી ૧૮ માસના માસૂમનું સારવાર દરમિયાન મૃત્યુ

મોરબીમાં ગરમ પાણીના તપેલામાં પડવાથી ૧૮ માસના માસૂમનું સારવાર દરમિયાન મૃત્યુ

મોરબી-૨ શોભેશ્વર વિસ્તારના મફતીયાપરામાં ૧૮ માસનું બાળક રમતાં રમતાં ગરમ પાણીના તપેલામાં પડી જતા ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધાયેલ વિગત મુજબ, મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરામાં રહેતા ગોવીંદભાઈ રાણાભાઈ ગમારા ઉવ.૨૫ એ આપેલ વિગત મુજબ ગત તા. ૧૮/૧૧ના રોજ તેમના ઘરે આંગણામાં ગરમ ઉકળતું પાણી ભરેલુ તપેલા મુકેલું હતું. ત્યારે તેમનો ૧૮ માસનો માસૂમ શિવમભાઈ ગોવીંદભાઈ ગમારા રમતા રમતા શ્વાન પાછળ દોડી રહ્યો હતો. આ દરમ્યાન પગ લપસતા તે સીધો ગરમ પાણીના તપેલા ઉપર પડી ગયો. આ અકસ્માતમાં બાળક છાતી, પેટ અને વાસાના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી પરિવારજનો તેને તરત જ મોરબી આયુષ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા.૧૯/૧૧ના રોજ માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!