વાંકાનેરના જેતપરડા ગામે કેમિકલ્સ ફેક્ટરીમાં રિએક્ટર મશીનનું ઢાંકણું ખોલતી વખતે ગરમ કેમિકલના પાણીથી શરીરે દાઝેલા શ્રમિકનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં આવેલી એશિયાટિક કેમિકલ્સ કંપનીમાં મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ જીલ્લાના કલ્લીપુરા ગામના વતની વીનોદભાઈ દુવલીયાભાઈ મેડા ઉવ.૨૪ ગત તા.૧૯/૧૧ના રોજ ફેક્ટરીએ કામ ઉપર હોય ત્યારે રિએક્ટર મશીન (વેસલ)નું ઢાંકણું ખોલતા જ તેમાં રહેલું ગરમ કેમિકલ પાણી શરીર ઉપર પડ્યું, જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા ઘટના બાદ તેમને સારવાર અર્થે તેમને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તા.૨૪/૧૧ ના રોજ વિનોદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે









