મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઉંચી માંડલ ગામની સીમમાં તળાવીયા શનાળા જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં ડબલ સવારી મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર રજી.ન. જીજે-૩૬-એએન-૮૦૩૯ લઈને પસાર થતા તેને રોકી તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧ બોટલ કિ.રૂ.૧,૧૦૦/-મળી આવી હતી. જેથી તુરંત મોટર સાયકલ ચાલક આરોપી દેવરાજભાઈ પ્રભુભાઈ કેરવાડીયા ઉવ.૨૫ રહે. રાતાભેર ગામ તથા આરોપી ધરમશીભાઇ નાનજીભાઈ થરેશા ઉવ.૨૪ રહે. ઉંચી માંડલ ગામવાળાની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પોલીસે મોટર સાયકલ સહિત કુલ રૂ.૪૧,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ સને પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









