મોરબી તાલુકા પોલીસ ટીમે મકેલ બાતમીને આધારે ઘુંટુ ગામે રામનગરી સોસાયટીમાં રેઇડ કરી વિદેશી દારૂની ૧૫૬ બોટલ તથા ૨૪ નંગ બિયરના ટીન એમ કુલ રૂ.૧.૦૩ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ સાથે પોલીસને દૂરથી આવતા જોઈ નાસી ગયેલ આરોપી જૈનીશ ગોસ્વામી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે, ઘુંટુ ગામે મોરબી-હળવદ હાઇવે ઉપર રામનગરી સોસાયટીમાં બાવળની કાંટમાં જૈનીશગીરી સંદીપગીરી ગૌસ્વામી રહે.રામકો વિલેઝ સોસાયટી વાળો વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જેથી તુરંત તાલુકા પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, જ્યાંથી પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૫૬ નંગ બોટલ કિ.રૂ.૯૭,૨૦૦/- તેમજ બિયર ટીન ૨૪ નંગ કિ રૂ.૫,૨૮૦/- એમ કુલ રૂ.૧,૦૨,૪૮૦/- મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. બીજીબાજુ પોલીસને દૂરથી આવતા જોઈ ઉપરોક્ત આરોપી જૈનીશ ગૌસ્વામી નાસી ગયો હતો, હાલ તાલુકા પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









