મોરબીના શક્ત શનાળા ગામે ૪૩ વર્ષીય આધેડનું કોઈ બીમારીને કારણે પોતાના રહેણાક મકાને મૃત્યુ થયું હતું. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબીના શક્ત શનાળા ગામે દરબારગઢ ખાતે રહેતા યોગરાજસિંહ જશુભા ઝાલા ઉવ ૪૩ નું કોઈ બીમારીના કારણે અચાનક સ્વાસ્થ્ય બગડતા પોતાના ઘરે મૃત્યુ પામ્યા હતા, ત્યારે પરિવારજનો મૃતકની ડેડબોડી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે









