મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડ ટીમે જેલમાંથી ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. પેરોલ ફર્લો સ્કવોડને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી સબ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડને તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ ત્રણ દિવસના વચગાળાના જામીન મેળવી તા.૦૧/૦૯/૨૦૨૪ ના રોજ હાજર ન થતાં છેલ્લા ૧૪ માસથી ફરાર હતો. જેને બાતમીના આધારે પકડી મોરબી સબ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગર દ્વારા તા.૨૬/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૨/૨૦૨૫ સુધી પેરોલ-ફર્લો જમ્પ આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તેમજ પોલીસ અધીક્ષક મોરબી દ્વારા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મોરબીને ફરાર ગુન્હેગારોને શોધવાની કામગીરી અસરકારક રીતે કરવા માટે જરૂરી સુચના આપી હતી.
પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, જે.પી.કણસાગરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તેમજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓ કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એલ.સી.બી. મોરબી તેમજ પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓએ ફરાર આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ
મોરબી સબ જેલના કાચા કામના કેદી
નંબર ૯૧૭/૨૦૨૪ તરીકે બંધ હતો. જે દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડના તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર થયા હતાં. જે મોરબી જેલ ખાતે તા.૦૧/૦૯/૨૦૨૪ ના રોજ હાજર ન થતાં આરોપી ફરાર થઇ ગયો હતો. જે કેદીને ખાનગી બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે…
જેમાં એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, જે.પી.કણસાગરા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી









