મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, નજરબાગ સામે ગાંધી સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ પરમાર પોતાના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, મકાનમાંથી વિદેશી દારૂની ૧૮૦મિલી.ની ૬ બોટલ કિ.રૂ.૫૫૮/-મળી આવી હતી. આ સાતગે પોલીસે આરોપી પ્રવીણભાઈ ખીમજીભાઈ પરમાર ઉવ.૫૫ ની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









