મોરબી-માળીયા રોડ પર તાલુકાના સાદુળકા ગામ પાસે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ફૂલ સ્પીડના ચલાવી ટ્રિપલ સવારી બાઇકને ઠોકરે ચડાવતા બાઇક સવાર બે યુવાનોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ત્યારે સમગ્ર દુર્ઘટના મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના સાદુળકા ગામ નજીક ગત તા.૧૯/૧૧ ની રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મોરબી-માળીયા રોડ પર નવા સાદુળકા ગામ આગળ સર્વોદય હોટલ નજીક ટ્રિપલ સવારી સ્પલેન્ડર પ્લસ બાઇક રજી.નં. જીજે-૦૩-એફજી-૩૨૨૮ ઉપર જઈ રહેલા ત્રણ યુવકોને અશોક લેલન ટ્રક રજી.નં. જીજે-૦૩-બીઝેડ-૯૪૧૭ ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકની હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક અમિતકુમાર રમેશકુમાર વિશ્વકર્મા અને પાછળ બેઠેલ શિવરામ ભેરૂસિહ ભાબર મધ્યપ્રદેશ વાળાને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રીજા સાથી અકલેશ કેલાશ સરિયામને પગ અને માથા પર ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અક્ષણત મામલે ફરીયાદી કમલસિંહ જુવાનસિંહ રાવત રહે. હાલ એક્સપર્ટ પાર્ટીકલ બોડ કારખાનાના લેબર ક્વાર્ટરમા, રવાપર(નદી) મુળ ગામ ધનોરા તા-ગનવાની જી. ધાર(મધ્યપ્રદેશ) વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સને ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.









