“સેવા એ જ પરમ ધર્મ” ના સૂત્રને સાર્થક કરતું પાટીદાર વુમન્સ ગ્રુપ. પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા આઈ એમ એના સહયોગથી આગામી તા.૩૦ ને રવિવાર ના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોરબીના નામાંકિત ડોક્ટર ડો.ઉમેશ ગોધવિયા, ડો.યશ કડીવાર, ડો.મિરલ આદ્રોજા, ડો.વિપુલ કાવર, ડો.જયેશ સનાળિયા, ડો.ઋષિ વાસદડિયા અને ડો.નિધિ સુરાણી સહિતના ડોક્ટર સેવા આપશે. આ મેડિકલ કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ,પેટના રોગો, છાતીમાં ગાંઠ, પથરી, સાંધાના દુખાવા, કમરનો દુખાવો, ચામડીના રોગો, સ્ત્રીને લગતા રોગ, ડિપ્રેશન, ગભરામણ, માનસિક રોગ, હિમોગ્લોબીન અને બ્લડ સુગરની તપાસ સહિતના રોગોની સારવાર આપવામાં આવશે. કેમ્પમાં દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં મોરબીવાસીઓ લાભ લે તેવી અપીલ પાટીદાર વુમન્સ ગૃપ દ્વારા કરવામાં આવી છે
આ કેમ્પ નિઃશુલ્ક છે અને દર્દીઓએ નીચેના નંબર પર રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી કરી છે. સાધનાબેન ઘોડાસરા – 7984261599, કાજલબેન આદ્રોજા – 9879532357, ક્રિષ્નાબેન પનારા – 9099011680, અલ્પાબેન કાસુન્દ્રા – 9825312976 રજીસ્ટ્રેશન નિશુલ્ક છે અને રજીસ્ટ્રેશન વગર પણ આવેલ તમામ દર્દીઓનું નિદાન કરવામાં આવશે તેમ યાદીમાં જણાવવાના આવ્યું છે.









