Friday, November 28, 2025
HomeGujaratમોરબી મહાનગરપાલિકાનું શ્રમદાન અભિયાન: ૧૫૦ નાગરિકોની ભાગીદારી સાથે ૧૨ ટન કચરાનો નિકાલ

મોરબી મહાનગરપાલિકાનું શ્રમદાન અભિયાન: ૧૫૦ નાગરિકોની ભાગીદારી સાથે ૧૨ ટન કચરાનો નિકાલ

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા.૨૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ એસપી કચેરી પાછળના રોડ ઉપર શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકા સ્ટાફ, ઉમા ટાઉનશીપ બ્લડ ડોનેશન એસોસિએશન અને નાગરિકો મળી કુલ ૧૫૦ જેટલા લોકો જોડાયા હતા. અભિયાન દરમિયાન ૧૨ ટન જેટલો સોલિડ વેસ્ટ તથા સી એન્ડ ડી વેસ્ટનો નિકાલ કરાયો હતો. મહાનગરપાલિકાએ “શ્રમદાન ફોર મોરબી” વાર્ષિક કેલેન્ડર જાહેર કરીને નાગરિકોને વધુમાં વધુ જોડાવાનું આહ્વાન કર્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની આગેવાની હેઠળ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહત્વના પગલા રૂપે તા. ૨૭/૧૧/૨૦૨૫ના રોજ એસપી કચેરી પાછળના રોડ વિસ્તારમાં વિશાળ સ્તરે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફ સાથે ઉમા ટાઉનશીપ બ્લડ ડોનેશન એસોસિએશનના સેવકો તથા શહેરના નાગરિકો મળી અંદાજીત ૧૫૦ જેટલા લોકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. સ્વચ્છતા અભિયાન દરમ્યાન શહેરના આ વિસ્તરમાં જમા થયેલા સોલિડ વેસ્ટ અને બાંધકામ અને દબાણ દૂર કર્યાના વેસ્ટનો સુવ્યવસ્થિત નિકાલ કરવા માટે ૨૦ હાથલારી, ૬ ટ્રેક્ટર, ૨ ફ્રન્ટ હો લોડર તથા ૧ બેક હો લોડરની મદદ લેવામાં આવી હતી. સંયુક્ત પ્રયત્નોથી કુલ ૧૨ ટન જેટલો કચરો ઉપાડી નિકાલ કરવામાં આવ્યો હતો.

મોરબી મહાનગરપાલિકાએ શહેરમાં સતત સ્વચ્છતા જળવાઈ રહે તેના માટે “શ્રમદાન ફોર મોરબી” નામનું વાર્ષિક કેલેન્ડર પણ તૈયાર કર્યું છે. આ કેલેન્ડરના માધ્યમથી વર્ષ દરમિયાન વિવિધ વિસ્તારોમાં નિયમિત શ્રમદાન કાર્યક્રમો યોજવામાં આવશે. નગરજનોને વધુ જાગૃત બનાવવા તથા શહેરને સ્વચ્છ-સુંદર બનાવવાના હેતુ સાથે આ સ્વચ્છતા અભિયાન ચલાવવમાં આવે છે તેમ યાદીમાં જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!