માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામ પાસે માઇક્રોન સીરામિક કંપનીના ગ્રાઉન્ડમાં પાર્કિંગ પાસે ચાલતા સમયે અચાનક પડી ગયેલા રાજસ્થાનના ૩૫ વર્ષીય યુવાનને અચાનક હાર્ટએટેક આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી છે.
માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામે માઇક્રોન સીરામિક કંપનીના ગ્રાઉન્ડમાં રાજસ્થાનના અલવર જીલ્લાના મહનપુર ગામના રહેવાસી રમેશકુમાર આડીસાલ ગુર્જર ઉવ.૩૫ પાર્કિંગ ગ્રાઉન્ડ નજીક ચાલીને જતા હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા બાદ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવતા, હાજર તબીબે જોઈ તપાસી રામેશકુમારનું હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કરતા, હાલ માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









