મોરબી શહેરી વિસ્તારમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ સહાય મેળવનાર તમામ લાભાર્થીઓએ ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી હયાતીની ખરાઈ કરાવવી રહેશે. મામલતદાર કચેરી ખાતે નક્કી કરાયેલા સમયગાળા દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે હાજરી આપવા સૂચના અપાઈ છે.
નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ મળતી સહાય નિયમિત રીતે બંધ ન થાય અને રેકોર્ડ સચોટ રહે તે માટે દર વર્ષે લાભાર્થીઓની હયાતીની ખરાઈ ફરજિયાત કરવામાં આવી છે. તે મુજબ મોરબી શહેર વિસ્તારના તમામ લાભાર્થીઓને આગામી ૩૦/૧૨/૨૦૨૫ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા માટે મોરબી શહેર મામલતદાર કચેરીએ સૂચના જાહેર કરી છે. લાભાર્થીઓએ સવારે ૧૧ થી ૧ અને સાંજે ૩ થી ૫ દરમ્યાન મોરબી શહેર મામલતદાર કચેરી,
NCC કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી ખાતે હયાતીની ખરાઈ માટે લાભાર્થીઓએ ગંગા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના હુકમની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ જેવા જરૂરું દસ્તાવેજો સાથે આવવાનું રહેશે. આ સાથે મોરબી મામલતદાર કચેરી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ, સમયમર્યાદા પહેલાં હયાતીની ખરાઈ ન કરનારાઓની સહાય અટકી શકે છે, તેથી તમામ લાભાર્થીઓને સમયસર કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.









