Tuesday, December 2, 2025
HomeGujaratહળવદના જુના ધનાળા ગામ નજીક ડમ્પરે એકટીવાને હડફેટે લેતા પ્રૌઢ મહિલાનું મૃત્યુ

હળવદના જુના ધનાળા ગામ નજીક ડમ્પરે એકટીવાને હડફેટે લેતા પ્રૌઢ મહિલાનું મૃત્યુ

હળવદ તાલુકાના જુના ધનાળા ગામ નજીક રોડ ઉપર ટ્રક ડમ્પરના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડે ચલાવી આવી સામેથી આવતા એકટીવા મોપેડને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં મોપેડમાં પાછળ બેઠેલ ૫૦ વર્ષીય મહિલાનું ગંભીર ઇજાઓ સબબ સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એકટીવા ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાલ મૃતકના પતિએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના પીપળી ગામે લવજી પટેલના ભેંસોના તબેલામાં રહેતા મૂળ ખોડ ગામ તા.હળવદના વતની ઝાલાભાઈ મેરાભાઈ પરસાડીયા ઉવ.૬૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી ટ્રક ડમ્પર રજી.નં. જીજે-૩૬-એક્સ-૨૧૨૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૨૬/૧૧ ના રોજ ફરિયાદીના પત્ની ગંગાબેન અને ફરિયાદી સાથે કારખાનામાં અગાઉ નોકરી કરતા હરેશભાઇ રમણિકભાઈ સોલંકી એકટીવા રજી.નં. જીજે-૩૬-એએચ-૦૩૩૫ લઈને સુસવાવ ગામથી ખોડ ગામ પરત આવતા હોય ત્યારે જુના ધનાળા ગામ રેલ્વે ફાટક નજીક સામેથી આવતા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર ગફલતભરી રીતે ફૂલ સ્પીડમાં આવી એકટીવાને સામેથી ટક્કર મારતા, મોટર સાયકલ ચાલકને સામાન્ય ઇજા તેમજ પાછળ બેઠેલ ગંગાબેન ઝાલાભાઈ પરસાડીયા ઉવ.૫૦ વાળાને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેઓને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ લાવતા, જ્યા હાજર ડોક્ટરે જોઈ તપાસી ગંગાબેનને મૃત જાહેર કર્યા હતા. હાલ હળવદ પોલીસે આરોપી ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!