મોરબીના રામધન આશ્રમે મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ગીતા જયંતિ અને માગશર સુદ અગીયારસની ઉજવણી કરવામાં આવી. નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્વારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવામાં આવ્યો હતો.
મોરબીના પ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ તેમજ માગશર સુદ અગીયારસની પાવન ઉજવણી ભક્તિભાવ અને ધાર્મિક વિધિ-વિધાન વચ્ચે કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે આશ્રમના મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ખાસ કાર્યક્રમો યોજાયા હતા. મહંતશ્રીએ ગીતા જયંતિના પ્રસંગે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશો અંગે સત્સંગ આપતા જણાવ્યું કે, “ગીતાનો સંદેશ જીવનમાં સારા સંસ્કાર અને સંત્કર્મો તરફ દોરી જાય છે. સદ્કર્મ કરો તો સારું ભાગ્ય આપમેળે નિર્માણ થાય છે.” ઉપસ્થિત ભાવિકોએ ગીતા પાઠ તથા ભજન-કીર્તનો દ્વારા આધ્યાત્મિક અનુભવ માણ્યો હતો. આ સાથે નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્વારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવામાં આવ્યો હતો, જેમાં મોટા પ્રમાણમાં અનાજનો હિસ્સો ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું હતું.









