હળવદ ટાઉનમાં ગત તા ૦૨/૧૨ ના રોજ હળવદ યાર્ડના વેપારી દૈનિક કામ કરી દુકાનના હિસાબના રૂપિયા ભરેલ થેલો મોટર સાયકલ ઉપર લઈને મોડી સાંજે ઘરે પરત જતા હોય ત્યારે રાણેકપર રોડ ઉપર મોટર સાયકલ ઉપર આવેલ અજાણ્યા બુકાનીધારી બે શખ્સોએ બાઇક ચાલક વેપારીની આંખમાં મરચું છાંટી રૂપિયા ભરેલ થેલો ઝૂંટવી નાસી ગયા હતા. હાલ આ તફડંચીના બનાવ મામલે વેપારી દ્વારા અજાણ્યા બે લૂંટારુઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હળવદના રાણેકપર રોડ આનંદ બંગલોઝ બ્લોક ન.૬૮ માં રહેતા રજનીકાંતભાઈ ભીખાભાઇ દેથરીયા ઉવ.૪૪ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા બે મોટર સાયકલ સવાર લૂંટારુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૦૨/૧૨ ના રોજ મોડી સાંજે આશરે ૭:૪૫ વાગ્યે માર્કેટિંગ યાર્ડથી પોતાના ઘરે સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએન-૬૧૪૨ લઈને ઘરે જતા હોય તે દરમિયાન રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ નજીક મોટર સાયકલમાં આવેલ બે અજાણ્યા શખ્સોએ રજનીકાંતભાઈની આંખમાં મરચું છાંટી રૂ.૬,૯૦,૦૦૦/- ભરેલ થેલો ઝૂંટવી ચાલ્યા ગયા હતા. હાલ હળવદ પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોબધી આગળની તપાસ ચલાવી છે.









