મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખાએ માર્ચ ૨૦૨૫ થી ૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૧૬૩૨ ઢોર પકડી ગૌશાળામાં રાખવાની વ્યવસ્થા કરી હતી. આ સિવાય ૧૭૬ પશુ માલિકોને લાયસન્સ, ૧૮ લોકોને ઘાસ વેચાણની પરમિટ અને ૨૯ પેટડોગ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. ૩૯ પશુપાલકોના ૭૦૦ પશુઓનું RFID અને ટેગિંગ પણ પૂર્ણ કરાયું છે.
મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ (ANCD) શાખા દ્વારા શહેરમાં ઢોરમુક્ત અને સ્વચ્છતા યુક્ત વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ચ ૨૦૨૫ થી ૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૧૬૩૨ પશુ પકડી તેમને આજુબાજુની ગૌશાળાઓમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા. આ કામગીરીથી શહેરમાં ગેરવહીવટથી છૂટા ફેરવાતાં ઢોર નિયંત્રણમાં આવી સઘન પરિણામ મળ્યાં છે. વિભાગ દ્વારા પશુ વહીવટને નિયમિત બનાવવા માટે ૧૭૬ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે ૧૮ લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ જારી કરવામાં આવી છે. શહેરમાં પેટ ડોગ્સ માટેની વ્યવસ્થા મજબૂત બનાવવામાં પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ૨૯ નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાયું છે. પશુપાલકોના પશુઓની ઓળખ અને ટ્રેકિંગ પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બને તે માટે ANCD શાખા દ્વારા ૩૯ પશુપાલકોના કુલ ૭૦૦ પશુઓનું RFID અને ટેગિંગ કરવામાં આવ્યું છે. આ કામગીરી હજી પણ ચાલુ છે અને બાકીના પશુપાલકોને પણ વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.









